આપણે જાણીએ જ છીએ કે પહેલા જુના જમાનામાં લોકો ઘણી ભવિષ્યવાણી કરતા હતા, અને તે સાચી પણ પડતી હતી. આજે કોઈ ભલે ભવિષ્યવાની કરે પરતું તે સાચી પણ પડતી નથી. આજે અમે તમને એક એવી ભવિષ્યવાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ભવિષ્યવાણી ૫૦૦૦ વર્ષ પહેલા કરવામાં આવી હતી, જે કળિયુગ ની ભવિષ્યવાણી છે અને આજે તે સાચી પણ થઇ રહી છે. ભારતમાં હિંદુ ધર્મને સૌથી વધુ માનવામાં આવે છે. ભારત હુન્દુત્વનો પર્યાય મનાય છે. ભગવાન રામ અને શ્રીકૃષ્ણ જેવા અવતારોએ લાખો લોકોને જીવવાનો એક નવો રસ્તો દેખાડ્યો છે. રામ-કૃષ્ણ ના અવતારો લોકોના જીવનને ઊંડાણ સુધી સ્પર્શી ગયા છે.
આપણા ધર્મ સાથે સંકળાયેલ ઘણી અવનવી બાબતો આપણને જાણવા મળતી જ રહે છે, આજે પણ ભારત ની પાવન ભૂમિ પર ઘણા બધા મંદિર એવા છે કે જ્યાં લોકોએ ભગવાન ના ચમત્કારો નો અનુભવ કર્યો છે. શ્રીમદ્દ ભાગવત પુરાણમા ધર્મ સાથે સંકળાયેલા અનેક રહસ્યો ખુલ્લા પાડવામા આવ્યા છે. આ ગ્રંથ મા કળયુગ સાથે જોડાયેલી ઘણી બધી વાતો પણ જણાવવામાં આવી છે. આ ભવિષ્યવાણી ૫૦૦૦ વર્ષ પેહેલા શ્રીમદ્દભાગવત પુરાણમાં કરવામા આવી હતી અને આજે તે સાચી પડી રહી છે. તો ચાલો જાણીએ.
ટૂંકું આયુષ્ય : તેમાં લખેલી અમૂક પંક્તિઓ પ્રમાણે લોકો કળયુગના ભયાનક સમયમાં ઘણી બધી ચિંતાઓ થી વ્યથિત રહેશે. જેના લીધે તેને ઘણા પ્રકારના રોગો ઘેરી વળશે. જે માણસ અગાવ સૌ વર્ષથી વધુ જીવતા હતા, ધીમે-ધીમે તેમની ઉંમર માત્ર ૨૦ થી ૩૦ વર્ષની જ રહી જશે. આજે તમે જુઓ જ છો કે કેટલાય લોકો ચિંતા અને તણાવ નો ભોગ બની રહ્યા છે અને જાત-જાતની અનેક બીમારીઓને સાથે લઈને ફરે છે, જેના કારણે તે લોકોની ઉંમર ઓછી થઇ જાય છે.
લગ્ન પહેલા શારીરિક સબંધો રાખતા સ્ત્રી-પુરુષ : કળયુગમાં સ્ત્રી અને પુરુષ લગ્ન કર્યા વગર પણ એક બીજામાં રસ ધરાવીને સાથે રહેશે. તે ઉપરાંત કામકાજની સફળતા તેના પોતાના ઉપર આધાર રાખશે. જ્યાં જુના સમયમાં બ્રાહ્મણ લોકો શરીર ઉપર ઘણા પ્રકારના વસ્ત્રો અને જનોઈ ધારણ કરતા હતા તે કલિયુગમાં માત્ર એક દોરો પહેરીને બ્રાહ્મણ હોવાનો લોકો દાવો કરશે.એટલે કે બ્રાહ્મણ પણ પદભ્રષ્ટ થશે . નીતિ સદાચાર ચાલ્યા જશે.
ધનવાનની બોલબાલા રહેશે : અમે તમને જણાવી આપીએ કે, ૫૦૦૦ વર્ષ અગાવ જ આ ભવિષ્યવાણી કરવામા આવી હતી કે, કળયુગમા જેમની પાસે સૌથી વધુ ધન હશે તેને સૌથી ઉત્તમ અને ગુણવાન માનવામા આવશે. પછી ભલે તે કાયદો હોય કે ન્યાય બધું પૈસાના આધાર ઉપર જ રહેશે. હવે આ ભવિષ્યવાણી કેટલી હદે સાચી પડી રહી છે, એ તો આપણે જોઈ જ રહ્યા છીએ. ધનવાન અનેક કાયદા માથી છૂટી જશે.
લાંચથી કામ થશે : લખવામાં આવેલી પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે, કળિયુગમાં લોકો લાંચ આપવામાં વિશ્વાસ રાખશે. લાંચ આપવી અને લેવી સાવ સમાન્ય બની જશે. કોઈ પણ વ્યક્તિને ન્યાય નહિ મળે. જે માણસ સૌથી ચાલાક અને સ્વાર્થી હશે, તેને જ કલિયુગમાં સૌથી ઉત્તમ માનવામાં આવશે અને તમે જોઈ શકો છો કે આજકાલ ભ્રષ્ટાચાર કેટલો વ્યાપી રહ્યો છે.
કુદરતના નિયમ બદલાઈ જશે : આ તસ્વીરમાં રહેલી પંક્તિમાં એવું જણાવવામાં આવ્યું છે કે લોકોના પાપ વધી જશે અને વરસાદ ન હોવાને કારણે દરેક સ્થળે દુષ્કાળ પડશે. કુદરત પોતાના પરનું નિયંત્રણ ખોઈ દેશે અને ક્યારેક સખત ઠંડી તો ક્યારેક સખત ગરમીથી લોકો પરેશાન થઈ જશે. પુર અને ભૂકંપ જેવી અનેક કુદરતી આફતોથી લોકો ધીમે ધીમે નષ્ટ થતા જશે. એટલે કે કુદરતી આફતોમાં જન સંખ્યા ઓછી થવા લાગશે.
દ્રષ્ટિ બદલાતા સૃષ્ટિ બદલાશે : કળયુગમાં લોકો ધાર્મિક સ્થળો ને ભગવાન માનશે પણ પોતાના માં-બાપનો અનાદર કરશે. તેમજ લાંબા વાળ રાખવા જ લોકો માટે સુંદરતાની નિશાની હશે, અને બધા લોકો ફક્ત પોતાનું પેટ પાળવા માટે જ જીવશે. કોઈ કોઈને જરા સરખી પણ મદદ કરશે નહીં.સબંધો ફક્ફ સ્વાર્થ પૂરતા જ રહેશે.