દિપક ચહર ને આઇપીએલ ટીમ દ્વારા એક પણ રૂપિયા આપવામાં આવશે નહીં, જાણો આઇપીએલ ના કેટલાક નિયમો

આઈપીએલની લોક ચાહના સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમતા ઓલરાઉન્ડર દીપક ચહર ઈજાના કારણે આઈપીએલ ટૂર્નામેન્ટમાં કે બહાર નીકળી ગયા છે. આ વાત તેમના પરિવારજનો ખૂબ જ દુખી જોવા મળી રહ્યા છે. દિપક ને ૧૪ કરોડ રૂપિયા આપીને આઇપીએલ ની હરાજી માં ખરીદ્યો હતો. પરંતુ નિયમો મુજબ આ પ્લેયરને કોઈ પૈસા મળશે નહીં. આથી દીપક ને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થયું છે.

આઈપીએલમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.

ખેલાડીને આઇપીએલ ની હરાજી માં ખરીદવામાં આવે છે અને તેને ખૂબ મોટી રકમ આપવામાં આવે છે. અને સરકારના ધારાધોરણ મુજબ તેમાંથી ટેક્સ પણ કાપવામાં આવે છે આ તમામ પૈસા ખેલાડી ના ખાતામાં જ જમા કરવામાં આવે છે.

હરાજી ના પૈસા વાર્ષિક ધોરણ મુજબ આપવામાં આવે છે. તેમજ ત્રણ વર્ષ સુધી ખેલાડી ને પૈસા ટીમ દ્વારા અપાતા હોય છે.

2008માં ખેલાડીઓને અમેરિકન ડોલરમાં પૈસા આપવામાં આવતા હતા પરંતુ 2012માં આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે.

જો કોઈ ખેલાડી આખી સિઝન માટે ઉપલબ્ધ રહેતો, તો તેને સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવતો હોય છે. તે કેટલી મેચ રમે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. 2013માં ગ્લેન મેક્સવેલને મુંબઈએ લગભગ 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.પરંતુ મેક્સવેલ માત્ર 3 મેચ રમ્યો, પરંતુ તેને સંપૂર્ણ રકમ પગાર તરીકે આપવમાં આવ્યો હતો.

જો ખેલાડી સિઝનની શરૂઆત પહેલા ઈજાગ્રસ્ત થઈ જાય તો ફ્રેન્ચાઈઝી કોઈ રકમ ચૂકવતી નથી. જો કોઈ ખેલાડી સિઝનમાં ચોક્કસ સંખ્યાની મેચો માટે ઉપલબ્ધ હોય, તો સામાન્ય રીતે કુલ રકમના દસ ટકા ખેલાડીને ચૂકવવામાં આવે છે.

જો કોઈ ખેલાડી ટીમ આવે છે અને સિઝન પહેલા ઈજાગ્રસ્ત થઈ જાય છે અને આગળની કોઈપણ મેચમાં ભાગ લેતો નથી, તો તે હરાજીની રકમના 50 ટકા માટે હકદાર છે. ભૂતકાળમાં મોહમ્મદ શમી, ડ્વેન બ્રાવોને આ નિયમ નો ફાયદો મળ્યો છે.

જો કોઈ પ્લેયર ચાલુ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થાય છે તો તેનો તમામ ખર્ચ ફ્રેન્ચાઇઝી દ્વારા ઉઠાવવામાં આવે છે.

કેટલીક ફ્રેન્ચાઇઝી દ્વારા એડવાન્સ માં પૈસા આપી દેવામાં આવતા હોય છે તો તેમ જ કેટલીક ફ્રેન્ચાઇઝી દ્વારા હપ્તા થી પૈસા આપવામાં આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *