મામા પાસે ઉછીના રુપીયા લઈને શરુ કર્યો વ્યાપાર જે આજે મોટી કંપની બનીને 10 કરોડ નું વાર્ષિક ટર્નઓવર કરે છે, જાણો વિગતવાર 

જીવનમાં સફળતા અમસ્તા જ નથી મળી જતી. પણ કહેવાય છે ને કે, સપનાઓ બંધ આંખે ભલે જોવાય છે પરંતુ તેને સાકાર તો ખુલ્લી આંખે જ થાય છે. આજના સમયે યુવાનો જ્યારે પોતાનું જીવન મોજ મસ્તીમાં વેડફી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા યુવાનની વાત કરવાના છે જેણે મામા પાસે ઉછીના રુપીયા લઈ ને આ એવો વ્યાપાર શરૂ કર્યો જે આજે મોટી કંપની બનીને 10 કરોડ નું વાર્ષિક ટર્નઓવર કરે છે. ખરેખર આ ઘટના બધા માટે ખૂબ જ પ્રેરણારૂપ છે.

તો ચાલો આપને એ યુવક વિશે જણાવીએ કે, આ યુવકનું નામ છે કુણાલ રૈયાણી અને તે સુરતના પુના ગામ વિસ્તારમાં પોતાની કંપની ધરાવે છે. માત્ર 24 વર્ષની ઉંમરે તેણે ખૂબ જ સફળતા મેળવી છે. વર્ષ 2015માં સુરત ગાંધી કોલેજથી એન્જિનિયરિંગ કર્યા પછી તે માત્ર સાડા છ હજાર રૂપિયાની નોકરી કરતો હતો. ચાલુ શિક્ષણ દરમિયાન 11 મહિના સુધી તેણે નોકરી કરી. પોતાને વ્યાપાર કરવાનો વિચાર આવ્યો. રત્નકલાકારનો પુત્ર હોવાના કારણે આર્થિક રીતે મજબૂત નહોતો.

આખરે આત્મવિશ્વાસ સાથે તેણે મામા પાસે ઉછીના બે લાખ રૂપિયા લીધા. એ રૂપિયાથી તેણે એક મશીન ખરીદ્યું, જેના પર કુરતી બનાવવાનો વ્યાપાર શરૂ કર્યો હતો. મહેનત રંગ લાવી અને પિતા ની છાતી ગર્વથી ફુલી ગઈ. આજે તેની પાસે 100 જેટલા મશીનો છે, અને 100 જેટલા કર્મચારીઓ પણ છે. ઈ-કોમર્સ સાથે સંકળાયેલી આ મોટી કંપનીઓમાં તેની કંપનીમાં બનેલી કુર્તીઓનું વેચાણ કરાય છે.

અત્યાર સુધીમાં 100થી પણ વધુ નાના ધંધા રોજગારવાળા લોકો ઈ-કોમર્સ બિઝનેસ સાથે જોડાઇ ચૂક્યાં છે. જેથી નાના ધંધા રોજગારવાળા પણ ઈ-કોમર્સ બિઝનેસનો લાભ મેળવી શકે. કોરોનાકાળમાં કુણાલ રૈયાણી પોતાના કર્મચારીઓને મદદરુપ થયા હતા. લોકડાઉનમાં તેમણે પોતાના બધા કર્મચારીઓને પગાર પણ આપ્યો હતો.

આજના દરેક યુવાનોએ આ યુવક પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેને ફક્ત 24 વર્ષની ઉંમરમાં 10 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક છે અને ભવિષ્યમાં ઇ-કોમર્સ ક્ષેત્રેમાં આગળ વધવા ઈચ્છા ધરાવે છે. ત્યારે અને લોકોને પણ આત્મનિર્ભર બનાવવા માગે છે. તેના પિતા રત્નકલાકાર હતાં અને પરિવારનો કોઈપણ સભ્ય ટેક્સટાઇલથી જોડાયેલો પણ નહોતો પણ કહેવાય છે ને કે, જીવનમાં કયારેક પણ નિરાશ થવું જોઈએ નહિ. તેની પાસે પૈસા નહોતા પરંતુ આત્મવિશ્વાસ અને પોતાની સૂઝબૂઝ થી અને આવડત દ્વારા આજે 10 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવે છે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *