સમસ્યા અને તકલીફમાં હોવાથી ઉધાર વાસણો લઈને ધંધાની શરૂઆત કરી, મહિલાની પરિસ્થિતિ જાણી યુવક  મદદ કરવા માટે સામે આવ્યો..

બધી જ વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમસ્યા હોય છે પરંતુ જે વ્યક્તિ પોતાને સમયમાં પણ હિંમત હાર્યા વગર કામ લે છે, તે વ્યક્તિનો હંમેશાં વિજય થાય છે. આજે અમે તમને એવી જ એક મહિલા વિશે જણાવીશું કે, જે આજે સમસ્યા અને તકલીફમાં હોવા છતાં પણ પોતાની મહેનતથી પોતાનું ગુજરાન ચલાવે છે.

આ મહિલા દિલ્હીમાં રહે છે. આ મહિલાએ આખું જીવન બીજા લોકોના ઘરકામ કરીને પોતાના બાળકો મોટા કર્યા અને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરીને દીકરીના લગ્ન કર્યા, દીકરીના લગ્ન કર્યા બાદ પરિવારમાં ખૂબ જ તકલીફ વધી ગઈ હતી. માટે તેમણે કોઈ કામ કરવાનું વિચાર્યું પણ તેઓ ભણેલા ન હોવાથી રસ્તા પર ખાવાનું બનાવવાનું નક્કી કર્યું.

એ કામ કરવા માટે એમની પાસે પૈસા નહોતા તો, એક વ્યક્તિ આ મહિલાની મદદ કરી, તેણે પોતાની ગાડી આ મહિલાને આપી દીધી. મહિલા જે મકાનમાં રહે છે, તેમણે વાસણોની મદદ કરી અને એક બીજા ભાઈએ કરિયાણાની મદદ કરી. તેનાથી આ મહિલાએ પોતાની નાની એવી દુકાન શરૂ કરી. આજે મહિલા ખૂબ જ તકલીફ માં છે. જોઇએ એવું વેચાણ થતું નથી.

તો એક યુવકે જ્યારે આ મહિલાની પરિસ્થિતિ જાણી, ત્યારે યુવક મહિલાની મદદ કરવા માટે સામે આવ્યો. તેણે આ મહિલા પાસેથી બધું જ ખાવાનું ખરીદી લીધું અને ગરીબ લોકોમાં વહેંચી દીધું. તેનાથી મહિલાને થોડા પૈસાની મદદ મળી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *