નમસ્કાર મારા વાચકમિત્રો, આજના આ લેખમા તમારુ હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે બધાને નવી નવી વાનગીઓ ખાવાનુ ખુબ જ ગમતુ હોય છે. દરેક વ્યક્તિ નવી નવી જગ્યાએ નવી નવી વાનગીઓ આરોગવાની ખુબ જ મજા આવે છે. પણ મિત્રો, શુ તમને એ વાનગી બનાવતા પણ આવડે છે? જો ન આવડતી હોય તો તમને અમે તે શીખવશુ.
આજના આ લેખમા અમે તમને સુરતની એક પ્રખ્યાત વાનગી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ વાનગીએ સુરતના નામે થઈ ગઈ હોય એ રીતે પ્રચલિત થઈ છે. અમુક જગ્યાની વાનગી ખુબ જ પ્રખ્યાત છે અને એ જ રીતે આજે જે વાનગીની વાત કરી રહ્યા છીએ એ પણ સુરતની એક ખ્યાતનામ વાનગી છે. આ વાનગી છે સુરતી લોચો. તો ચાલો તેને બનાવવાની રીત અને જોઈતી સામગ્રી જોઈએ.
જોઈતી સામગ્રી: પા કીલો ચણાની દાળ, એક કપ પૌવા, ત્રણ ચમ્મચ તેલ, બે ચમ્મચ આદુ લસણની પેસ્ટ, એક ચપટી હિંગ, પા ચમ્મચ હળદરનો પાવડર, પા ચમ્મચ તીખાનો ભૂક્કો, અડધી ચમ્મચ લાલ ચટણી, અડધી ચમ્મચ મીઠું અથવા તો સ્વાદ અનુસાત, એક ચપટી ઈનો પાવડર.
બનાવવાની રીત: સૌ પ્રથમ ચણાની દાળ લ્યો ત્યારબાદ તેને પાણીમા ચાર થી પાંચ કલાક સુધી પલાળી રાખો. દાળ પલળી જાઈ ત્યારબાદ તેની સ્મુથ પેસ્ટ તૈયાર કરો. પેસ્ટ બની જાય ત્યારબાદ તેમા લાલ મરચુ અને આદુની પેસ્ટ નાખીને સાથે ચપટી હિંગ ઉમેરીને મિક્સર માં ફરી સ્મુથ પેસ્ટ બનાવો. આ પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેને ગરમ જગ્યા એ ૩-૪ કલાક ઢાંકણ ઢાંકી ને રાખી દો.
આપણે જ્યારે આ લોચો ત્યાર કરવો હોય તેની દસ થી પંદર મિનિટ પહેલા પૌઆને બે-ત્રણ પાણીએ ધોઈને વધારાનુ પાણી કાઢીને સુકાવવા મૂકી દયો. ચણા દાળનુ ખીરુ તૈયાર હોય તેમાં હળદર પાવડર અને એક ચમ્મચ મરચા આદું ની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી ને ખીરા ને સરખી રીતે મિક્ષ કરી લો. હવે ખીરા માં પૌઆ ની પેસ્ટ બનાવી ને નાખવાની છે.
હવે ટીનનુ વાસણ ગરમ કરવા માટે મૂકી દયો અને અંતમાં ખીરામા ઈનો નાખીને તેને એક જ દિશામા સરખી રીતે ફીટવુ. ખીરાની જાડાઈ એવી હોવી જોઇએ જેમ કે ઢોકળાની. હવે ટીનની પ્લેટમા કે પછી જેમા પણ તમારે લોચો બનાવવાનો હોય તે વાસણમા તેલ લગાવીને ખીરુ નાખો. હવે ગરમ કરેલા વાસણ મા પ્લેટ રાખી ને તેની ઉપર થી લાલ મરચા નો પાવડર અને મરી પાવડર નાખી ને ૧૦-૧૫ મિનિટ ગરમ થવા દો.
બફાઈ ગયા બાદ હવે પ્લેટને બહાર કાઢી લ્યો. ગરમ મજાના સુરતી લોચાની સાથે લીલી ચટણી, કાચી કેરી અને કાંદાનુ સલાડ ટેસ્ટી લાગે છે. ઉપરથી તેલ અને લાલ મરચાનો પાવડર છાટવાથી લોચો વધુ સ્વાદિષ્ટ લાગે છે. સુરતીઓનો તંદુરસ્ત અને મનપસંદ નાસ્તો તૈયાર છે. તમે પણ બનાવો અને આનંદ કરો.