Breaking
વાર્તામાં આવશે નવો વળાંક! અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક
નવરાત્રિના 1 મહિના પછી સર્જાશે ગુરુ ચાંડાલ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
આ વખતે રામ નવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિના લોકોને મળશે જબરદસ્ત લાભ
મન્નત સિવાય શાહરૂખ ખાનનું વિદેશમાં પણ છે આલીશાન ઘર, જુઓ તસ્વીર…
જાણો કેવું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું શૂટિંગ અને અંદરથી ગોકુલધામ સોસાયટી કેવી દેખાય છે?
કાબરાઉ ધામે મણિધર બાપુના આશીર્વાદથી લગ્નના 60 વર્ષે નિસંતાન દંપતિને મળ્યું સંતાન પ્રાપ્તિનું સુખ
20 વર્ષ પછી એકસાથે બનશે ખૂબ જ શુભ રાજયોગ, સૂર્ય-ગુરુની કૃપા રહેશે
‘જલેબી બેબી’ ગીત પર પાકિસ્તાની દુલ્હનએ કર્યો આવો ડાન્સ, વરરાજો આંખો મોટી કરીને જોતો રહ્યો, લોકોએ કહ્યું- તે નસીબદાર છે…
ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પૌત્રીએ સુંદરતામાં તમામ સ્ટાર્સને પાછળ છોડી દીધા, જુઓ વાયરલ ફોટા 

અચાનક મારી સામે એક મૃતદેહ આવ્યો ને ચહેરો જોતા પગ નીચેથી જમીન સરકી, જાણો મૃતદેહ ચીરનારી ગુજરાતની એક મહિલાની કહાની

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારી બાદ વધુ એક બીમારી મહામારી જેટલી ગંભીર બની રહી છે, આ બીમારી એટલે હાર્ટ એટેક. ખાસ કરીને હાર્ટ એટેકથી નાના યુવાનોના મૃત્યુ નું પ્રમાણ વધવા લાગ્યું છે અને આ ગંભીર સ્થિતિને લઈ સરકારની સાથે-સાથે આરોગ્ય નિષ્ણાતોમાં પણ ચિંતા વ્યાપી છે. ગુજરાતમાં એક મહિનામાં પાંચથી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત થઈ ચૂક્યા છે. તો બીજી તરફ ફરી કોરોના અને H3N2ના કેસો પણ વધવા લાગ્યા છે.

હાલ સમગ્ર વિશ્વ માટે આરોગ્ય એક મોટો પડકાર બન્યું છે. આ સ્થિતિ વચ્ચે પણ આપણા આરોગ્યકર્મીઓ ખડેપગે રહીને સેવા બજાવી રહ્યા છે. જો કે આ આરોગ્યકર્મીઓમાં એક આરોગ્યકર્મી સૌથી અલગ તરી આવે એવા છે. તેને તમે કોરોના વોરિયરથી લઈ એક હિંમતવાન મહિલા પણ કહી શકો.

રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કેસરિયાજીની રહેવાસી એક 26 વર્ષની મહિલા નોકરીની શોધમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આવે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ ભણેલી આ મહિલાને સિવિલમાં સર્વન્ટ તરીકે નોકરી આપવામાં આવે છે. જેમાં તેમને પોસ્ટમોર્ટમ રૂમની સાફ-સફાઈની જવાબદારી સોંપવામાં આવે છે. પરંતુ સમય જતાં આ મહિલા કોઠાસૂઝ અને અનુભવના આધારે ડોક્ટરની સહયોગી બની ગયાં અને ડોક્ટર સાથે પોસ્ર્ટમોર્ટમની કામગીરી સંભાળવા લાગ્યાં. 8 માર્ચના રોજ એટલે કે મહિલા દિવસ નિમિત્તે આ મહિલાના હાથે સિવિલ હોસ્પિટલમાં કેક કાપવામાં આવી હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

સોલા સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં કામ કરી રહેલાં શાંતાબહેન.

શાંતાબહેન પરમારે જણાવ્યું કે, હું 2001થી સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. પહેલાં સર્વન્ટ તરીકે સેવા આપતી હતી. જેમાં પોસ્ટમોર્ટમ રૂમની સાફ-સફાઈ કરતી હતી. ત્યારબાદ એકવાર પોસ્ટમોર્ટમ કરનાર સહાયક જતા રહ્યા તો મને પોસ્ટમોર્ટમ કરવામાં રસ જાગ્યો એટલે મેં પોસ્ટમોર્ટમમાં આસિસ્ટ કરવાનું શરૂ કર્યું.

શાંતાબહેનને શરૂઆતમાં કેવો ડર લાગતો તે અંગે વાત કરતા કહે છે કે, પોસ્ટમોર્ટમ રૂમમાં જતાં પણ લોકો ડરે છે ત્યારે હું ગમે તે સમયે પોસ્ટમોર્ટમમાં રૂમમાં જાઉં છું. શરૂઆતના સમયમાં તો મને ઇન્જેક્શનથી પણ ડર લાગતો હતો. પરંતુ ધીરે ધીરે મારો આ ડર દૂર થતો ગયો હતો. હવે હું કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર પોસ્ટમોર્ટમમાં સહયોગી તરીકે કામ કરું છું. શરૂઆતમાં હું સર્વન્ટ તરીકે કામ કરતી હતી. ત્યારબાદ ધીરે ધીરે બધું શીખી અને હું પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ચીરવાનું અને પોસ્ટમોર્ટમ થઈ જાય પછી તેને ટાંકા લેવાનું તેમજ મૃતદેહને પેક કરવાનું પણ કામ કરું છું.

પોસ્ટમોર્ટમ કરવા માટે ડોક્ટરના સહયોગી તરીકે કામની શરૂઆત કરી તે સમયે કેવો ડર લાગતો હતો તે અંગે શાંતાબહેને કહ્યું કે, સર્વન્ટમાંથી પોસ્ટમોર્ટમમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે અઠવાડિયા સુધી તો મને ક્યાંય ચેન નહોતું પડતું કારણે કે દિવસની શરૂઆત થાય અને મૃતદેહ જોવાના આવે ત્યારે મને લાગતું કે આ કામ આપણું નથી કારણ કે પહેલાં કોઈ દિવસ સોઇ પણ નહોતી લગાવી અને હવે દરરોજ મૃતદેહ જોવાના અને તેને ચીરવાના થાય એટલે મને બીક લાગતી હતી.

શાંતાબહેને પોતાની જિંદગીનો એક દુઃખદ કિસ્સો જણાવતા ઉમેર્યું કે, ત્યારબાદ ધીમે ધીમે આ કામ મને સેવાનું કામ લાગ્યું. હું જ્યારે પોસ્ટમોર્ટમમાં કામ કરતી હોઉં અને ખાસ કરીને કોઈ સગાંસંબંધીઓનો મૃતદેહ આવે ત્યારે તે મૃતદેહ ખોલતા હું ધ્રુજી જતી હતી અને આખો દિવસ મનમાં વિચારો આવતા કે આમનું પોસ્ટમોર્ટમ હું ના કરું. મને આવો જ કિસ્સો યાદ આવે છે. આજથી 20 વર્ષ પહેલાં સિવિલ હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં રીનાબહેન નામની મહિલાએ મને સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવી હતી.

મહિલા દિવસ નિમિત્તે સોલા સિવિલમાં શાંતાબહેન (ગ્રીન અને રેડ સાડી)ના હાથે કેક કપાવી તેનું સન્માન કર્યું હતું.

ત્યાર બાદ થોડાં વર્ષ પછી રીનાબહેન સેવા નિવૃત્ત થયાં. એક દિવસ દરરોજની જેમ હું પોસ્ટમોર્ટમ રૂમમાં કાર્યરત હતી ત્યારે અચાનક જ મારી સામે એક મૃતદેહ આવ્યો અને તેનું પોસ્ટમોર્ટમ કરવાનું હતું. જેથી મેં પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યું. પરંતુ મારી નજર તેમના ચહેરા પર જતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે જેમણે મને નોકરી અપાવી હતી તે રીનાબહેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મારી સામે પડ્યો હતો. પોસ્ટમોર્ટમમાં મૃતદેહ ચીરતી વખતે અને પોસ્ટમોર્ટમ બાદ જ્યારે રીનાના મૃતદેહના ટાંકા લઈ રહ્યા હતા ત્યારે મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મારી આંખો ભીની હતી.

જ્યારે કોરોનાકાળમાં શાંતાબહેને કરેલી કામગીરી અંગે પ્રદીપ પટેલ કહે છે કે, કોરોનામાં પોઝિટિવ હોય તેવા લોકોનું મોત થાય તો પોસ્ટમોર્ટમ નહીં કરવાનો નિયમ હતો એટલે પોસ્ટમોર્ટમ નહોતા કરતા. પરંતુ કોરોનાથી મોતને ભેટેલા લોકોના મૃતદેહને જ્યારે સંબંધી કે તેમનાં પરિવારજનો હાથ પણ નહોતા લગાડતા એ સમયે શાંતાબહેન સોલા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને પ્લાસ્ટિકના કવરથી પેક કરવાનું પણ કામ કરતા હતા. કોરોનાની ત્રણેય લહેરમાં તેમણે અનેક મૃતદેહને પ્લાસ્ટિકથી પેક કર્યા હતા.

સોલા સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ મેડિકલ ઓફિસર પ્રદીપ પટેલ.

શાંતાબહેને સૌથી વધુ મૃતદેહના પોસ્ટમોર્ટમમાં આસિસ્ટ કરવા અંગે સોલા સિવિલના RMO પ્રદીપ પટેલે જણાવ્યું કે, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આખા ગુજરાતમાં કોઈ મહિલાએ 9 હજાર પોસ્ટમોર્ટમમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હોય અને પોસ્ટમોર્ટમમાં સહયોગી રહ્યા હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. એક મહિલા તરીકે 9 હજાર લાશો જોવી અને તેના પોસ્ટમોર્ટમ કરવામાં આસિસ્ટન્ટ તરીકે કામ કરવું તે સાહસનું કામ છે. આ પ્રકારની સાહસી કામગીરી કરવા બદલ અમે દર વર્ષે શાંતાબહેનનું સન્માન પણ કરીએ છીએ. તેમની સાથેના ચીફ મેડિકલ ઓફિસર બદલાતા રહ્યા છે, પરંતુ છેલ્લાં 20 વર્ષથી શાંતાબહેન તો એકના એક જ છે.

Back To Top