Breaking
વાર્તામાં આવશે નવો વળાંક! અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક
નવરાત્રિના 1 મહિના પછી સર્જાશે ગુરુ ચાંડાલ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
આ વખતે રામ નવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિના લોકોને મળશે જબરદસ્ત લાભ
મન્નત સિવાય શાહરૂખ ખાનનું વિદેશમાં પણ છે આલીશાન ઘર, જુઓ તસ્વીર…
જાણો કેવું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું શૂટિંગ અને અંદરથી ગોકુલધામ સોસાયટી કેવી દેખાય છે?
કાબરાઉ ધામે મણિધર બાપુના આશીર્વાદથી લગ્નના 60 વર્ષે નિસંતાન દંપતિને મળ્યું સંતાન પ્રાપ્તિનું સુખ
20 વર્ષ પછી એકસાથે બનશે ખૂબ જ શુભ રાજયોગ, સૂર્ય-ગુરુની કૃપા રહેશે
‘જલેબી બેબી’ ગીત પર પાકિસ્તાની દુલ્હનએ કર્યો આવો ડાન્સ, વરરાજો આંખો મોટી કરીને જોતો રહ્યો, લોકોએ કહ્યું- તે નસીબદાર છે…
ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પૌત્રીએ સુંદરતામાં તમામ સ્ટાર્સને પાછળ છોડી દીધા, જુઓ વાયરલ ફોટા 

ગુજરાતની લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયિકા અલ્પા પટેલ જીવે છે આવું જીવન

ગુજરાત રાજ્યમાં હવે ધીમે ધીમે લોકો જૂની સંસ્કૃતિ તરફ પાછા વળી રહ્યા છે, જેમાં લોકો પહેલાની જેમ જ ડાયરા ગીતો અને કથાઓ માં થોડોક રસ દાખવે છે. જ્યારે પણ કોઈ જગ્યાએ ડાયરાનો પ્રોગ્રામ હોય તો બધા લોકો દુર દુરથી જોવા આવી જાય છે, કિર્તીદાન ગઢવી માયાભાઈ આહિર તેની ઉત્તમ સાબિતી છે, આ બધા કલાકારો ડાયરા ના કિંગ તરીકે ઓળખાય છે. ભારત દેશને સંતો-મહંતોની ભૂમિ કહેવામાં આવે છે, એમાંય ગુજરાતની તો વાત જ નીરાળી છે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા અનેક ગાયકોએ ખુબ ફાળો આપ્યો છે.

આવા જ એક કલાકાર અલ્પા બેન પટેલ છે, જેમણે થોડાક જ વર્ષોમાં પોતાની ખ્યાતિ ગુજરાતથી લઈને દેશ વિદેશ સુધી ફેલાવી છે, અલ્પા પટેલ હાલમાં ભલે આલિશાન જિંદગી જીવતા હોય પંરતુ તેઓનું શરૂઆતી જીવન એકદમ જટિલ સમસ્યાઓ માંથી પસાર થયું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી.

સુરતમાં માત્ર 50 રૂપિયાની ફીથી પહેલા પ્રોગ્રામની શરૂઆત કરનાર આ જ લોકલાડીલી ગાયક પર આજે ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે. સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામદીઠ 1 થી 1.25 લાખની ફી લેતા અલ્પા પટેલે પોતાના શરૂઆતી સંઘર્ષથી માંડીને સફળતા સુધીની વાત એક ઇન્ટરવ્યૂ માં જણાવે છે.
અલ્પા પટેલનો જન્મ વર્ષ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં મુંજીયાસર ગામમાં થયો હતો તેઓ અહીં સંઘર્ષમય જીવન જીવતા હતા.
તેમનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે, 1 વર્ષની ઉંમરે અલ્પા પટેલના પિતાનું અવસાન થતા પરિવાર માં મોટી આફત આવી પડી હતી. અલ્પાનો ઉછેર તેના મામાને ઘરે થયો હતો અને મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં તેમણે ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. અલ્પા બેન એ પીટીસીનો અભ્યાસ પણ કર્યો છે.અલ્પાને સંગીતની ભેટ નાના દ્વારા વારસામાં મળી છે. નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલી અલ્પાને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા તેમના ભાઈ અને માતાએ આગળ વધવામાં તેમનો ખુબ  સપોર્ટ કર્યો.
ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’, ‘ચાર ચાર ધામની મા ખોડલની આરતી’, ‘માંગુ વીસ આપે ત્રીસ મારો દ્વારકાધીશ’ જેવા અનેક ગીતોથી અલ્પા પટેલે પ્રખ્યાતી મેળવી હતી. અલ્પાના નાનપણમાં પિતાના અવસાનથી ભાઈ અને માતા પર આવી પડેલી ઘરની જવાબદારીના કારણે માતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મજૂરી કામ કરતા હતા. સુરત સ્થાયી થયેલા મામાને ત્યાં પ્રોગ્રામમાં 11 વર્ષની ઉંમરે મળેલા પહેલા ચાન્સ બાદ સતત આગળ વધતી ગયેલી અલ્પા આજે સારી નામના ધરાવે છે.
ખોડિયાર માતામાં અનેરી શ્રદ્ધા ધરાવતી અલ્પા પટેલને સિંગીગની શરૂઆતમાં નજીકના લોકોના મેણા-ટોણાનો પણ સામનો કરવો પડ્યો હતો. અલ્પા પટેલ વિશે વધુમાં જણાવીએ તો ગુજરાતની કોઈ પણ જગ્યાએ પટેલો દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં અલ્પા પટેલની હાજરી ન હોય એવું ક્યારેય બને જ નહીં. પટેલ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ અલ્પા પટેલના સુરીલાં કંઠે ગયેલા ગીતોને સાંભળવા આતુર હોય છે. તમને જણાવી દઈએ કે અલ્પા પટેલને ઘણા રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં મહિલા પ્રતિભાશાળી ગૌરવ પુરસ્કાર શામેલ છે.
Back To Top